સમસ્યા:જંગલ વિસ્તારમાં સાબુ અને શેમ્પુથી ન્હાય માનવી, આફરો ચઢે પ્રાણીઓને

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ વન્યપ્રાણી બિમાર જણાય તો વનવિભાગને જાણ કરવા આહ્વાન
  • દિવાળીમાં​​​​​​​ ગીરના પ્રવાસે આવનાર માટે પ્રકૃતિ પ્રેમીઓની સોશ્યલ મીડિયા પર ઝૂંબેશ

દિવાળીના વેકેશનમાં ગીરમાં સિંહ દર્શન અને પ્રકૃતિનો આનંદ ઉઠાવવા હજારો પ્રવાસીઓ આવી પહોંચશે. ઘણાખરા નદી-ઝરણાં-વોંકળામાં ન્હાવાની મોજ માણે છે. પણ જે લોકો સાબુ-શેમ્પુથી નદી-વોંકળામાં ન્હાય છે તેઓને લીધે નીલગાય, રોઝ, હરણ, સેમર, વાનર જેવા પ્રાણીઓને આફરો ચઢતો હોવાની ઘટના પણ બને છે.દિવાળી પહેલાં સોશ્યલ મીડિયામાં પ્રકૃતિપ્રેમીઓએ સહેલાણીઓને વિનંતી કરતી ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં ગીર બચાવવાની વિનંતી સાથે શું ન કરવું એ જણાવાયું છે.

આ બાબતમાં સૌથી વધુ ભાર જંગલ અને તેની આસપાસના જળાશયોમાં સાબુ કે શેમ્પુથી ન ન્હાવા પર મૂકાયો છે. આ સાથે પ્લાસ્ટિકનો કચરો, ઠંડાપીણાની બોટલો મોટી થેલીમાં ભરીને જંગલની બહાર નાંખવા, વન્યજીવોને કદી રોટલી, થેપલા, સેવ મમરા, વેફર જેવો ખોરાક અથવા ફળ ન આપવા જણાવાયું છે. તો કોઇ વન્યપ્રાણી બિમાર જણાય તો વનવિભાગને જાણ કરવી જોઇએ એમ પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...