નવનિયુક્ત સરપંચોનો સત્કાર સમારંભ:વિસાવદરમાં સરપંચોનો સત્કાર સમારંભ યોજાયો, વિધાનસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા

વિસાવદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં

વિસાવદરમાં કોંગ્રેસ સમિતી દ્વારા નવનિયુક્ત સરપંચોનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં નટુભાઈ પોંકીયા, હર્ષદભાઈ રીબડીયા, વજુભાઈ મોવલીયા, વજુભાઈ સૈયાગર, કીર્તીભાઈ કામદાર, કરશનભાઈ વાડોદરીયા, નયનભાઈ જોશી, વલ્લભભાઈ દુધાત, કાંતિભાઈ ગજેરા, નાનજીભાઈ જોધાની, પુનાભાઈ, રવજીભાઈ સાવલીયા, અશ્વિનભાઈનિમા, નાથાભાઇ મહેતા, કાળુભાઇ ભાયાની, વાલજીભાઈ અમીપરા, ભરતભાઇ વિરડીયા, ભરતભાઈ અમીપરા, જયદીપ સિલું તથા અરવિંદભાઈ મહેતા, પુનાભાઈ, ખીમજીભાઈ, દલપતભાઈ, હરસુખભાઈ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા. અને આગેવાનોએ કહ્યું હતું કે, આગામી ધારાસભ્યની ચૂંટણીમાં ટિકીટનાં દાવેદાર પણ હર્ષદભાઈ જ હશે. બધાએ સાથે મળી તેમને વિજેતા કરવાનાં છે.

આ તકે ધારાસભ્યએ કહ્યું હતું કે, આપણે રોડ-રસ્તા સહિતનાં કામો મંજૂર કરાવી લોકોનાં પ્રશ્નોનો હલ કરી રહ્યાં છે. આ ઉપરાંત ખેડૂતોનાં પ્રશ્ને પણ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કહ્યું હતું કે, મે સ્વખર્ચે ઓક્સિજનનાં સો બાટલાની ખરીદી કરી હતી. જરૂરીયાત સમયે મને જાણ કરજો જેથી આપણે દર્દીની મદદ કરી શકીએ. આ સત્કાર સમારંભમાં 45થી વધુ સરપંચો અને તેમની પેનલનાં સદસ્યો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...