તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:મેંદરડા-વિસાવદર હાઈવે પર આવેલા સીમેન્ટના પાઈપમાંથી દિપડાનું રેસ્ક્યુ

રતાંગ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીસાવદર તાલુકાના જાંબળા ગામના પાદર પસે નીકળતા મેંદરડા-વીસાવદર સ્ટેટ હાઈવે પર રાખેલા પાણી નિકાલના પાઈપમાં દિપડો ઘુસ્યો હોવાની જાણકારી મળી હતી. જેના આધારે જંગલ ખાતાએ રેસ્ક્યું કર્યું હતું.

ઘટનાની જાણ થતાં ડેડકડી રેન્જના ફોરેસ્ટર એ.જી. મકવાણા, બીટગાર્ડ એ.એન.ગઢવી, બી.ડી. ખાંભલા, રવજીભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. દરમ્યાન સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની 2 થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ દિપડાને સીમેન્ટા ભુંગળા માંથી રેસ્ક્યું કરી સહિ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. નર દિપડો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેેને તાત્કાલીક પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારબાદ દિપડાને જંગલ ખાતા દ્વારા સાસણ એનીમલ કેર સેન્ટર લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...