રીપેરીંગ કામગીરી:વિસાવદર પંથકમાં વિજ ટીસીનું સ્થળ પર જ રીપેરીંગ થતા ધરતીપુત્રોને રાહત

વિસાવદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રને અને ખેડૂતોને પણ ફાયદો, પીજીવીસીએલ સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચે છે

વિસાવદરમાં ખેડૂતોને વિજ પ્રશ્નને લઈ કોઈ મુશ્કેલી ન પડે એ માટે પીજીવીસીએલ દ્વારા એકશન પ્લાન ઘડાયો છે. અને ફરિયાદ મળતા જ સ્થળ પર જઈ ટીસી રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે ડેપ્યુટી ઈજનેર અખેણીયાએ કહ્યું હતુ કે, ખેતરમાં કોઈ ટીસીમાં ફોલ્ટ થાય અને જેમની જાણ કચેરીને થતા જ સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી જાય છે.

અને સ્થળ પર જ રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવે છે. જેથી તંત્રને 18 થી 20 હજારનો ફાયદો થાય છે. આ ઉપરાંત ખેડૂતો પણ સમયસર પાકને પાણી આપી શકે છે. આ કામગીરીમાં સ્ટાફનો પણ સારો એવો સહયોગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય એ છે કે, ચોમાસાની સીઝન નજીકમાં છે ત્યારે જ વિજ તંત્ર દ્વારા અગાઉથી જ રીપેરીંગની કામગીરી કરાઈ રહી છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.

અન્ય સમાચારો પણ છે...