સસ્તા અનાજની દુકાનોમાં અપાતા રાશનનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો હોય બાતમીનાં આધારે વિસાવદર પ્રાંત અધિકારી કિર્તન રાઠોડે ચાર ટીમ બનાવી ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અને લાખો રૂપિયાનું અનાજ મળી આવ્યું હતું. ત્યારે જ એક રીક્ષા ચાલકને પૂછતા તેમણે કહ્યું હતું કે, આ રાશન ગામડામાંથી એકઠુ કરી એક સાથે વેંચવામાં આવે છે.
ગોડાઉનમાં દરોડો પાડ્યો
જેથી આ જથ્થો સીઝ કરાયો હતો. અને વાહન સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેમાં ઘંઉ, ચોખા, દાળ સહિતનું રાશન મળી આવ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિએ કહ્યું હતું કે, મગફળીના ફાડા, ઘંઉ સહિતની વસ્તુ ગામડામાંથી લઈ આવી ગોંડલ યાર્ડમાં વેંચાણ કરાઈ છે.
શું કહે છે અધિકારી ?
સરકાર લોકોને જે રાશન આપે છે તે અમુક ફેરીયા ઘરે ઘરેથી લઈ આવી એક જગ્યાએ ભેગુ કરી ઉચ્ચા ભાવે વેંચાણ કરાતુ હોય જેથી સ્થળ પર પહોંચ્યા હતા. અને મુદ્દામાલ કબજે કરાયો હતો. અને આ માલ બીલખા જતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત અમારા પર ગોડાઉનનાં માલિક અને ઉપસરપંચ દ્વારા હૂમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. જેથી અમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.