નિર્ણય ન લેવાયો:ટ્રેન શરૂ કરવા મુદ્દે 3 જિલ્લાના લોકો વિસાવદર આવી પહોંચશે

વિસાવદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ રાહ જોઈ, કોરોના કેસ ઘટ્યા છતા યોગ્ય નિર્ણય ન લેવાયો
  • ​​​​​​​1 ડિસેમ્બર સુધીમાં બંધ થયેલ તમામ ટ્રેન શરૂ કરવા અલ્ટીમેટમ

વિસાવદરની સંસ્થાઓ ટ્રેન ચાલુ કરવા મેદાને પડેલ છે અને દોઢ વર્ષની રાહ જોયા બાદ આખરે ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર એસો. તથા શહેર-ગ્રામ્યની પણ સંસ્થાઓ દ્વારા આખરે તંત્રને 1 ડિસેમ્બર સુધીમાં બંધ થયેલ તમામ ટ્રેન શરૂ કરવા અલ્ટીમેટમ અપાયું છે. અન્યથા આંદોલન ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્રણ જિલ્લાને લાગુ પડતી ટ્રેનો કોરોનાના બહાના નીચે બંધ કરાયેલ હતી.

જ્યારે કોરોનાના કેસો નથી છતા અમુક ટ્રેનો શરૂ કરાઈ નથી. ત્યારે જ વિસાવદર, બિલખા, ધારી, તાલાલા અને બિલખા સુધીના ત્રણ જિલ્લા તથા 8 તાલુકાના લોકો આ બાબતે મીટીંગો થઈ હતી. આખરે વિસાવદરથી આંદોલનની શરૂઆત કરાઈ રહી હોવાનું જાણવા મળી રહીયું છે. આ ટ્રેનનાં પ્રશ્નને લઈ આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી છે.

તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ ભટ્ટ,હિમતભાઈ દવે,પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઈલિયાસભાઈ ભારમલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયપ્રકાશભાઈ છતાણી તેમજ અનેક સસ્થાઓ દ્વારા આંદોલનની ચિમકી અપાતા ત્રણ જિલ્લાના લોકોએ પણ ટેકો જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...