તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:વિસાવદરમાં મનરેગા અધીકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ

વિસાવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી આયોગ દ્વારા લેખીત લેટર મોકલી કાર્યવાહી કરવા આદેશ

વિસાવદર તાલુકા પંચાયતની મનરેગા શાખાનાં હેમન ધકાણની બદલી થોડો સમય પહેલા જ માળિયા હાટીના કરાઈ હતી. અને ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરના ચાવંડ ગામે ભાજપનો પ્રચાર કરતાં હોવાની ફરીયાદ કરી હતી.

વિસાવદર આમ આદમી પાર્ટીના તાલુકાનાં પ્રભારી ગોપાલભાઈ સાંગાણીએ આધાર પુરાવાઓ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફોજદારી ગુનો નોંધવા જૂનાગઢ કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખીત હુકમ કરવામાં આવ્યો છે. મનરેગાનાં અધિકારીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ચાવંડ ગામે ચૂંટણી અધિકારીઓ જાહેરમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જના પુરાવા રજૂ કરાતા તેઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા લેખીતમાં જણાવવામાં આવેલ છે. જેથી આવી કડક કાર્યવાહી સામે સરકારી બાબુઓમાં ફફટ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો