તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિસાવદરમાંથી દારૂની 22 બોટલ સાથે એક ઝડપાયો

વિસાવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આરોપીની અટક કરી અન્ય આરોપીને પકડવા કવાયત

વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન. આર. પટેલ, એ એસ આઈ આર. બી. દેવમુરારી તેમજ હેડ કોન્સ્ટેબલ સીસોદીયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળેલ કે વિસાવદરના જિવાપરામાં રહેતો પ્રદીપ કરસન ભાઈ રાઠોડ ઇંગ્લિશ દારૂ મંગાવીને વેચતો હોય. તેવી બાતમી વિસાવદર પોલીસને મળતા બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી.

જ્યા સ્થળ પર હાજર ઇસમનું નામ પૂછતાં પ્રદીપ કરસન ભાઈ રાઠોડ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા પ્રદીપના ઘરની તપાસ કરતા બોટલ નંગ 22 ઈગ્લિસ દારૂની મળી આવેલ હતી. વિસાવદર પોલીસે ઇંગલિશ દારૂ કબ્જે લઈ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરતા દારૂ જાંબુડી ગામનો જયસુખ દેવજી વાધેલા આપી ગયેલ હોય તેવું જણાવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી બિજા આરોપી જયસુખને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો