તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિને વૃક્ષારોપણ:53 માં જન્મદિને 53 વૃક્ષો વાવી, 53 કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

વિસાવદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરના સેવાભાવીએ 53 ગરીબ પરિવારોને કીટ પણ આપી

વિસાવદરના એક સેવાભાવિએ પોતાના 53 મા જન્મદિનને સેવાકાર્યો થકી ઉજવીને યાદગાર બનાવ્યો હતો. વિસાવદરના રમણિકભાઇ દુધાત્રાએ તા. 1 જૂન 2021 ના રોજ પોતાના 53 મા જન્મદિને 53 વૃક્ષો વાવ્યા હતા. સાથે 53 કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. અને 53 ગરીબ પરિવારોને રાશન કીટ પણ આપી હતી.

રમણિકભાઇ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇ આરોગ્ય, પર્યાવરણ, ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક અને જીવદયાના કામો કરી માનવ સેવા એજ પ્રભુ સેવાની નેમ રાખે છે. તેમણે કોરોના વોરિયર્સને શાલ ઓઢાડી પુસ્તકો અને ખેસ અર્પણ કર્યો હતો. તો કાશી વિશ્વનાથ મંદિરે, કબ્રસ્તાનમાં અને અલખધામ આશ્રમમાં 53 વૃક્ષો વાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...