તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમરણાંત ઉપવાસ:વિસાવદર માર્કેટીંગ યાર્ડ સામે જૂના કર્મચારીઓનાં આમરણાંત ઉપવાસ

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના કર્મીઓને હટાવી, સગા-વાલાની ભરતી કરતા વિવાદ

વિસાવદર માર્કેટીંગ યાર્ડ સામે તેનાં જ જુના કર્મચારીઓ આમરણાંત ઉપવાસ ઉપર બેસ્યાં છે. જૂના કર્મચારીઓને હટાવી સગાવાલાની ભરતી કર્યાનાં આક્ષેપ કર્યાં છે.વિસાવદર માર્કેટીંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહે છે. પ્રથમ મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ અનેહવે ભરતી કૌભાંડનાં વિવાદમાં ફસાઇ છે.

યાર્ડમાં 15 થી 20 વર્ષથી સામાન્ય પગારમાં નોકરી કરતા હતાં, તેવા કર્મચારીઓને અચાનક નોકરીમાંથી ઉતારી દિધા છે અને ત્યાર બાદ યાર્ડનાં સગાવાલાની ભરતી પ્રક્રિયા કરી છે. જુના કર્મચારીઓને રજુઆત કરવા છતા ન્યાય મળ્યો ન હતો. અંતે ગાંધીચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં છે. છેલ્લા 6 દિવસથી યાર્ડ સામે આંદોલન પર બેઠા છે. આંદોલન છાવણીની અનેક ગ્રામપંચાયતોએ ટેકો આપ્યો છે. આ તકે બાવકુભાઇ વાળા, સંજયભાઇ જોષી, અશ્વિનભાઇ પાલા, કિશોરભાઇ વેગડાએ જણાવ્યું હતું કે, અમોને છુટા કરી યાર્ડનાં ચેરમેન પોતાનાં સગાવાલાઓની ભરતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...