તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:વિસાવદર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

વિસાવદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 કોંગી સભ્યોના ટેકાથી ભાજપે સત્તા સંભાળી છે

વિસાવદર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોંગ્રેસના 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિસાવદર નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઇ બાબુભાઇ વાઘેલા અને ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરિયા સામે કોંગ્રેસના 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

આ 10 સભ્યોમાં રહીમભાઇ ગફારભાઇ મોદી, જસુમતીબેન ભરતભાઇ વ્યાસ, રજનીકાંતભાઇ આણંદભાઇ ડોબરિયા, વર્ષાબેન મનહરભાઇ દાફડા, ઇલ્યાસભાઇ ઇસ્માઇલભાઇ મોદી, કિર્તીબેન પરસોત્તમભાઇ સોજીત્રા, મનીષભાઇ સમજુભાઇ રીબડિયા, ગીતબેન મનીષભાઇ રીબડિયા, ઉષાબેન જયદીપભાઇ દાહિમા, ડિમ્પલબેન રાજેશભાઇ રીબડિયાનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનિય છેકે, વિસાવદર પાલિકાના 24 પૈકી કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 11 સભ્યો હતા. કોંગ્રેસના 2 સભ્યોના ટેકાથી ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસના 1 સભ્યનું મૃત્યુ થતાં હવે 10 સભ્યો છે. આ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત અંગે આપેલા કારણમાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. અને પક્ષપાતી વલણથી કામ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...