રજુઆત:અભદ્ર ટીપ્પણીમાં ગુનો નોંધવા નાગબાઇમાના પરિવારની માંગ

વિસાવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરના મોણિયા ગામે બંધ પાળી આવેદન આપ્યું

આઈ શ્રી નાગબાઈમાના પરિવારે અભદ્ર ટીપ્પણી કરનાર સ્વામીનારાયણ સાધુ સામે ગુનો નોંધવા માંગ કરી છે. આજે આ મામલે વિસાવદર તાલુકાના મોણિયા ગામે બંધ રાખી પ્રાંત અધિકારી, પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આઇ શ્રી નાગબાઇમા ના પરિવાર દ્વારા અભદ્ર ટીપ્પણી કરનાર એ સાધુ સામે આઇપીસીની કલમ મુજબ ગુનો નોંધવા માંગ કરાઇ છે.

આ માંગણી સાથેનું આવેદનપત્ર આપતી વખતે આઈ શ્રી નાગબાઈમાના પરિવારમાંથી ગૌરાંગભાઈ ગઢવી, માતાજીના પૂજારી વિજયભાઈ, મઢડા સોનલ ધામથી ગિરીશઆપા, સાધુ-સંતો અને તમામ સમાજના આગેવાનો, જિલ્લા પંચાયત પ્રમુખ વિપુલભાઈ કાવાણી સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા. આવેદનપત્ર આપવા સાથે વિસાવદર તાલુકાના મોણિયા ગામે પણ રોષપૂર્ણ બંધ પાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...