માંગણી:જૂનાગઢ-વિસાવદર વચ્ચેની મીટર ગેજ ટ્રેન શરૂ નહી કરાય તો આંદોલન

વિસાવદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તંત્રને 1 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ, રજૂઆત કરાઈ

જિલ્લામાં હવે કોરોનાના કેસો નથી તેમજ અન્ય તમામ ટ્રેનો ચાલુ થઈ ગયેલ છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ ટ્રેન ચાલુ કરાઈ નથી. વિસાવદર, બિલખા, ધારી, તાલાલા સુધીનાં ત્રણ જિલ્લાના લોકો દ્વારા ટ્રેન બાબતે મીટીંગો થઈ રહી હતી. આખરે મૂળ સ્થિતિ મુજબની તમામ ટ્રેનો ચાલુ કરવા તથા ટ્રેનોનું સ્ટેશન ન ફેરવવા તેવા વિવિધ મુદા માટે વિસાવદરથી આંદોલન ની શરૂઆત કરાઈ રહી હોવાનું પણ જાણવા મળી રહીયું છે. વિસાવદરને જોડતી અમરેલી- સાસણ- તાલાલા- વેરાવળની મીટરગેજ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.

પરંતુ જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઈન પર દોડતી ટ્રેન કોઈપણ કારણ ન હોવા છતા ચાલુ કરાતી નથી. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરાઈ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જવાબ મળતો નથી. આ ટ્રેનમાં ટ્રાફિક પણ પુરતો હોય છે. જેથી તંત્રને પણ સારી એવી આવક થઈ રહી છે. સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મીટર ગેજ રેલ્વે બંધ હોય જેમનાં કારણો શું તે પ્રશ્ને આરટીઆઈ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...