બેદરકારી:વિસાવદરમાં સિમેન્ટ રોડ બનાવ્યો અને બીજા જ દિવસે પાણી ભરાયું

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતિ થઈ હોવાની આશંકા, થિંગડા મારવા પડ્યાં તપાસ જરૂરી

વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો હાલ કરવામાં આવી રહ્યા છે જેમાં સિમેન્ટ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સિમેન્ટ રોડ નું કામ ચાલી રહ્યું છે જે કામમાં ભ્રષ્ટાચાર થયાની લોક ચર્ચાએ જોર પકડયું છે આ સિમેન્ટ રોડ બની ગયાના બીજા જ દિવસે પાણી છાંટવામાં આવતા અનેક જગ્યાઓ પર પાણી ના ખાબોચિયા ભરાઈ ગયેલ જેથી આ કામ એસ્ટીમેટ મુજબ કામ કરવામા ન આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

તે નજરે જોઇ શકાય છે.આ ભ્રષ્ટાચાર ને ઢાંકવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જે જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલ તે જગ્યા પર સિમેન્ટ રોડ તોડીને ગાબડા બુરવામાં આવ્યાં હતાં.જે શેરીમાં આ રોડ બનાવવામાં આવેલ તેજ શેરીમાં જીવાપરા વોર્ડના કોર્પોરેટર રહે છે તેમજ બાજુની શેરીમાં અન્ય કોર્પોરેટર રહે છે અને જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના પ્રમુખ પણ આ રોડના નજીકના વિસ્તારમાં જ રહેશે છતાં કોઈએ પણ આ કામ વિશે ફરિયાદ કરેલ નથી. તેમજ માર્ગ બની રહ્યો હતો ત્યારે પાલિકાના સરકારી કર્મચારી પણ હાજર રહેલ નહીં જેથી એ વાત સાબિત થાય છે કે કોન્ટ્રાક્ટર થી અધિકારીઓ તથા સત્તાધીશો કા તો ડરી રહ્યા છે અથવા જે પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવી લોકચર્ચાએ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...