લમ્પીનો પગપેસારો:ગીર જંગલના નેસમાં લમ્પીનો પગપેસારો, માલધારીઓ ચિંતીત

વિસાવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે પશુનું મોત આ વાયરસથી થાય તેમના માલિકને સહાય ચૂકવો

વિસાવદર રેંજના ખાંભડા નેસમાં તથા અન્ય નેસોમાં લમ્પી વાયરસનો પગપેસારો થતાં માલધારીઓ ચિંતિત બન્યાં છે.આ ઉપરાંત ખાંભડા નેસમાં અત્યાર સુધીમાં 3 પશુના લમ્પી ના લીધે મોત નિપજ્યા છે. રાજ્યભરમાં ગૌ-ધનમાં લમ્પી વાયરસ પ્રસર્યો હતો અને હજારો પશુઓના મોત થયા હતા.

ત્યારે ગીર જંગલના નેસ બાકાત હતા.જેમાં વિસાવદર રેંજના નેસોમાં આ વાયરસે એન્ટ્રી કરી હતી હવે ખાંભડા માં પણ આ વાયરસ જોવા મળતા પશુપાલકો ચિંતિત બન્યાં છે.જ્યારે બુધવારે એક ગાયનું મોત થયું હતું અને વનવિભાગ દ્રારા ખાડો ખોદી ગાયના મૃતદેહની અંતિમવિધિ કરાઈ હતી. અગાઉ પણ બે ગાયના મોત લમ્પીના લીધે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાયને વન વિભાગ દ્વારા ખાડો ખોદી તે ગાયના મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે,કે નેસ વિસ્તારમાં લમ્પી પ્રસર્યો હોય માલધારીઓ ચિંતિત બન્યા છે.અને જે પશુનું મોત લમ્પી ના લીધે થાય તે પશુના માલિકને સરકાર દ્રારા સહાય ચુકવાઈ તેવી માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત લીલા પાણી નેહ,ગોરડવાળા નેસમાં પણ લમ્પી વાયરલના કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે.} તસ્વીર. વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...