તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિસાવદર પાલિકા સંચાલિત પુસ્તકાલયમાં પુસ્તકનો અભાવ

વિસાવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાયબ્રેરીયન, પટ્ટાવાળા નથી, કબાટ,પંખા ન હોય હાલાકી
  • અન્ય ગામની જેમ અહીં પણ રકમ ફાળવવા ટીમ ગબ્બરની માંગ

વિસાવદરના વાંચન અને સાહિત્ય પ્રેમીઓ, વડીલો, યુવાનો, વિધાર્થીઓ વર્ષોથી વિસાવદર નગર પાલિકા સંચાલિત પુસ્તકાલયનો ઉપયોગ કરે છે.પરંતુ આ પુસ્તકાલયમાં વર્ષો જુના અને જર્જરિત પુસ્તકો ગણ્યા ગાઠીયા રહ્યા છે. આ પુસ્તકાલય અંગે અવાર નવાર સરકારમાં રજુઆત કરી છે. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢ લાયબ્રેરી માટે સરકાર દ્વારા 1- 1 કરોડ ફાળવવામાં આવ્યાં છે.

વિસાવદરની આ લાયબ્રેરીને પણ રકમ પણ થોડી રકમ ફાળવવામાં આવે તેવી ટિમ ગબ્બરની માંગ છે. અહીં લાયબ્રેરીયનની પણ નિમણુંક થયેલ નથી, પટ્ટાવાળા પણ નથી. પુસ્તકો સાચવવા માટે કબાટ પણ નથી. પંખા, ટેબલ,ખુરસી પણ સારા બેસવા લાયક નથી. તેમ ટિમ ગબ્બરના કે.એચ.ગજેરા,નયનભાઈ જોશીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી લોકોને શિક્ષણ મળતું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે વિસાવદરની લાઇબ્રેરીમાં પુસ્તકનો અભાવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...