તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:વિસાવદર નજીક મધ્યગિરમાં કનકાઇ મંદિર દ્વારા પણ ખુલશે

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડને લીધે અભયારણ્ય બંધ થતાં મંદિર પણ બંધ હતું

વિસાવદર નજીક મધ્યગિરમાં આવેલું કનકાઇ માતાજીનું મંદિર પણ ખોલવામાં આવનાર છે.

આ અંગે રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદરે જૂનાગઢના સીસીએફને લખેલા પત્રમાં કનકેશ્વરી મંદિર દર્શનાર્થીઓ માટે શરૂ કરવા મંજૂરી આપવા જણાવ્યું હતું. કોવિડ-19 ની મહામારીને લીધે રાજ્યના સફારી પાર્ક, ઝૂ, અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યનો તમામ પ્રવાસીઓ માટે બંધ હતા. આથી કનકાઇ માતાજીના દર્શને પણ જઇ શકાતું નહોતું. દરમ્યાન તા. 15 જુને માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટે સરકારના ઠરાવની મર્યાદામાં રહીને મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવા દેવા મંજૂરી માંગી હતી. જેના અનુસંધાને આ પત્ર પાઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...