આક્ષેપ:વેકરીયામાં 150 લોકોને સહાય ન મળી, ઓફિસમાં બેસી સર્વે થયો

વિસાવદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં જેમને નુકસાન નથી થયું તેમને વળતર ચૂકવાયાનો આક્ષેપ

આ વર્ષે ચોમાસાની સિઝન પહેલા તૌકતે નામનું વાવાઝોડું આવ્યું હતું. અને અનેક જગ્યાએ વિનાશ વેર્યો હતો. જો કે, સરકાર દ્વારા સર્વે કરી સહાય અપાય હતી. ત્યારે જ વિસાવદરનાં વેકરીયા ગામે સહાય ચૂકવવામાં વહાલા દવલાની નિતી રખાઈ હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરવામાં આવી છે.

વિસાવદરમાં તૌકતે વાવાઝોડાની અસર થઈ હતી. અને ભારે નુકસાન થયું હતું. તેમજ વેકરીયા ગામે તો અનેક કાચા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જો કે, બાદમાં સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવાની જાહેરાત થઈ હતી. અને જે તે વિભાગનાં અધિકારીઓ દ્વારા સર્વે પણ કરાયો હતો. પરંતુ આ ગામમાં ઓફિસમાં બેસીને જ સર્વે થયો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે.

આ ગામમાં 150 લોકો એવા છે કે, જેમને હજુ સુધી સહાય મળી નથી. આ લોકોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા ઓફિસમાં બેસી સર્વે કરાયો હતો. અને લાગતા વળગતા લોકો કે જેમને નુકસાન થયું નથી. તેમને સહાય ચૂકવાઈ છે. હકિકત જેમને નુકસાન થયું છે. તેમને કંઈ જ મળ્યું નથી. આ મામલે આરટીઆઇ હેઠળ જવાબ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...