વિસાવદરનાં પ્રેમપરા આંબાજળ નદી કાંઠા વિસ્તારમાંથી છેલ્લા 8 વર્ષમાં 60 દિપડા પાંજરે કેદ થયા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ત્યારે જ છેલ્લા 2 દિવસમાં વધુ 2 દિપડા પાંજરે પુરાયા હતા.વિસાવદર પંથકના પ્રેમપરા ગામની સીમમાં દિપડાની રંજાડ વધી ગઈ હોય ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને વનવિભાગને જાણ કરતા પાંજરા મુકાયા હતા. બે દિવસમાં બે દિપડા પાંજરે પુરાયા હતા. અને સાંસણ એનિમલ કેર ખાતે મોકલી દેવાયા હતા. બે દિવસ પહેલા હરસુખભાઈ પટેલની વાડીએથી દિપડો પાંજરે કેદ થયો હતો.
બાદમાં શૈલેષભાઈ વેકરીયા સવારે વાડીએ ગયા એ સમયે દિપડાએ દોટ મુકતા માંડમાંડ જીવ બચાવી ભાગી શક્યા હતા. થોડા સમય બાદ તેમના ખેતરની ઓરડીમાં પણ દિપડો જોવા મળતા વનવિભાગને જાણ કરાઈ હતી. જેને પકડવા પાંજરુ મુકતા અંતે દિપડો પુરાયો હતો. હરસુખભાઈની વાડીમાં હજુ એક દિપડો હોવાનંુ જાણવા મળે છે. આ અંગે ખેડૂતોએ કહ્યું હતુ કે, થોડા દિવસ પહેલા જ બે દિપડાએ એક વૃદ્ધનો જીવ લીધો હતો. અને આ બનાવ બાદ 5 થી 6 દિપડા પાંજરે કેદ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.