આત્મ વિલોપનની ચિમકી:વિસાવદરમાં ગૌચરમાં પેશકદમી મુદ્દે આત્મવિલોપનની ચિમકી

વિસાવદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસાવદરમાં ગૌચરની જમીનમાં થયેલ પેશકદમી મુદ્દે બે યુવાનોએ આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી છે. વિસાવદરનાં જયેશભાઈ મનછારામ દેવમુરારીએ ગૌચરમાં અમુક લોકોએ પેશકદમી કરી હોવાની અરજી ગત માર્ચ મહિનામાં મામલતદાર કચેરીએ આપી હતી.

તેમજ છતાં કોઈ નિર્ણય ન આવતા ગત 29 ડિસેમ્બરે લેન્ડ ગ્રેબીંગ નીચે ફરીયાદ કરી હતી. જેમાં પેશકદમી દુર કરાવવા જે તે અધિકારીને કલેકટરે હૂકમ કર્યો હતો. આ ઉપરાંત જૂન મહિનામાં પણ ડીએલઆર વિભાગને જમીન માપણી કરવા અરજી અપાઈ હતી. તેમ છતાં આગળની કાર્યવાહી થઈ નથી.

આ સાથે જૂલાઈ માસમાં વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા કેસ ચલાવીને સપ્ટેમ્બરમાં હૂકમ પણ થયો હતો. કે, આ સર્વે નંબર વાળી ગૌચરની જગ્યામાં પેશકદમી થઈ છે. અને 7 દિવસમાં આ જમીન ખાલી કરાવવા હૂકમ કરાયો હતો. છતાં વહિવટી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થઈ હોય. જેથી જયેશભાઈ અને અમીત હિંમતભાઈ કારીયાએ વિસાવદર મામલતદાર પ્રાંત અધિકારી, કલેકટરને ફરી અરજી આપી છે. જો 17 જાન્યુ. સુધીમાં પેશકદમી દુર નહીં થાય તો આત્મ વિલાપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...