ખેડૂતોનો પાક નિષ્ફળ:વિસાવદરમાં મગફળીમાં મુંડાનો ઉપદ્રવ, જીવાતને લઈ ઉભો પાક સુકાવા લાગ્યો

વિસાવદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના ધરતીપુત્રોની મગફળીના પાકમાં મુંડા નામની જીવાતે પગપેસારો કર્યો છે. જેથી પાક સુકાવા લાગ્યો છે. - Divya Bhaskar
મોટાભાગના ધરતીપુત્રોની મગફળીના પાકમાં મુંડા નામની જીવાતે પગપેસારો કર્યો છે. જેથી પાક સુકાવા લાગ્યો છે.
  • વિઘા દીઢ 5 હજારથી વધુનો ખર્ચ થયો છે

વિસાવદર પંથકમાં મુંડા નામની જીવાત આવતા મોટાભાગના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરવા ખેડૂતોને વળતર ચૂકવે એવી માંગ ઉઠવા પામી છે. વિસાવદર પંથકમાં છેલ્લા ઘણા વર્ષેથી મગફળીના પાકમાં મુંડા નામની જીવાતનો ઉપદ્રવ થતા પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ મગફળીના પાકમાં મુંડા આવતા મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. થોડા દિવસ પહેલા છાલડાના ખેડૂતે 40 વીઘાની મગફળીના પાકમાં મુંડાના ઉપદ્રવથી કાઢી નાંખવી પડી હતી.

ત્યારે ગોવિંદપરા ગામે મોટાભાગના ધરતીપુત્રોની મગફળીના પાકમાં મુંડા નામની જીવાતે પગપ્રેસારો કર્યો છે. જેથી પાક સુકાવા લાગ્યો છે. ખેડૂતોએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, એક વીઘા ખેતરના વાવેતરમાં બિયારણ, ખાતર, દવા, નિંદામણની મજૂરી સહિત મળી આશરે 5000થી વધુનો ખર્ચ થાય છે. આજ ગામના અને જૂનાગઢ જિ.પં.નાં માજી પ્રમુખ વલ્લભભાઈ મનજીભાઈ દુધાતના 60 વીઘાના ખેતરમાં મુંડા આવી જાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. તેમણે કહ્યું હતું કે, મગફળી કાઢીને એરંડીનું વાવેતર કરવુ પડશે.

વળતર ચૂકવવા માંગ કરીશ : ધારાસભ્ય
આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ કહ્યું હતું કે, મોટાભાગના ગામોમાં જઈ ખેતરમાં રૂબરૂ મુલાકાત લઈ સર્વે કર્યો છે. જેમા મોટાભાગના ખેડૂતોના મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવી જતા પાક નિષ્ફળ ગયો છે. આ બાબતે હું સરકાર પાસે તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરીશ.

અન્ય સમાચારો પણ છે...