દુર્ઘટના:જાંબુડામાં વિજ શોક લાગતા પિતાનું મોત, પુત્ર સારવારમાં

વિસાવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ માટે ફરજો બનાવતા સમયે લોખંડનો પાઈપ વીજ તારને અડી જતા બન્યો બનાવ

વિસાવદરનાં જાંબુડા ગામે પિતા-પુત્રને વિજશોક લાગતા પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગેની મળતી વિગત મુજબ વિસાવદર પંથકનાં જાંબુડા ગામે રહેતા મહેશભાઈ જોશી ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ત્યારે આજે સવારે મહેશભાઈ તેના પુત્ર પ્રમોદભાઈ પોતાની વાડીએ માલઢોર માટે ફરજો બનાવતા હતા ત્યારે અકસ્માતે લોખંડનો પાઈપ વીજ વાયરને અડી જતા મહેશભાઈ અને પ્રમોદને વિજશોક લાગ્યો હતો. અને મહેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રમોદને ઈજા થઈ હોય સારવારમાં ખસેડાયો હતો. આ બનાવમાં પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...