તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં નારાજી:ખેડૂતોને પાક ધિરાણનાં 7 ટકા વ્યાજની રકમ ન મળી

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિના થયા છતા ખેડૂતો રકમ ન મળતા નારાજી

ખેડૂતો પાક ધિરાણનાં સબસિડી આપવામાં આવે છે. 7 ટકા વ્યાજે લેવામાં આવે છે. આ વ્યાજ પરત આપવાનું હોય છે. પરંતુ હજુ સુધી ખેડૂતો 7 ટકા વ્યાજની રકમ મળી નથી આ અંગે વિસાવદર ટીમ ગબ્બરે રજુઆત કરી છે.

ખેડૂતોને લાંબા ગાળાના પાક ધિરાણમાં જે 7 % વ્યાજ સબસિડી આપવામાં આવે છે.ખેડૂત દ્વારા માર્ચ 21 માં મંડળીમાં પાક ધિરાણના નાણાં ભર્યા છે. તેઓને નિયમ મુજબ 7 % વ્યાજ પરત આપવામાં આવે છે અને માર્ચના પછીના 2 મહિના બાદ પણ સહકારી મંડળી દ્વારા આ 7 % વ્યાજ વળતર ખેડૂતોને આપવામાં આવ્યું નથી.

આ વ્યાજ વળતર માટે અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ અંગે નિર્ણયો લઈ કરવા માંગ કરવામાં આવી છે. તેમ ટીમ ગબ્બરનાં કાંતિ એચ. ગજેરા,નયનભાઈ જોશીએ જણાવ્યું હતું. ખેડૂતોને વ્યાજની રકમ સમયસર આપવામાં આવતી ન હોય ભારે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...