તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત:વિસાવદરના ખેડૂતોને ફીક્સ વિજબીલમાંથી મુક્તિ આપો

વિસાવદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાન અને એડવોકેટની મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત

ગુજરાતના ખેડૂતોને વીજબિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ અને હોટલ, રેસ્ટોરન્ટ તેમજ વોટરપાર્કની જેમજ 1 વર્ષનો મિલ્કત વેરો માફ કરવા ટિમ ગબ્બરે રજૂઆત કરી છે.વિસાવદરની ટીમ ગબ્બરના કાંતિ એચ.

ગજેરા અને એડવોકેટ નયનભાઈ જોષીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં એવી માંગણી કરી છેકે, ગુજરાતના રિસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ અને વોટરપાર્કના માલિકોને 1 વર્ષના મિલ્કત વેરા માફ કરવાની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી માર્ચ-2022 સુધીના આવા ઉદ્યોગપતિના મિલ્કત વેરા અને ફિક્સ ચાર્જ માંથી મુક્તિ આપેલ છે. અને માત્ર વપરાશ થાય તેનું જ બિલ અપાશે તેવી જાહેરાત કરી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વાવાઝોડાને લીધે પાક ખરી પડેલ છે. ઘરના નળિયા, પતરાં ઉડી ગયા છે. કેરીનો પાક નિષ્ફળ ગયો છે. તેને લીધે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. અને ખેડૂતોને પાક વીમા પણ નથી આપ્યા. ખાતરમાં પણ ભાવવધારો કરાયો છે.

આથી સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે. 1 વર્ષ માટે સરકાર ખેડૂતોના મિલ્કતવેરા માફ કરી દે તો થોડી રાહત મળી શકે. સમગ્ર ગુજરાતના ખેડૂતોના 1 વર્ષના વીજ બિલના ફિક્સ ચાર્જ દૂર કરી અને મિલ્કત વેરો ભરવો ન પડે તેવી જાહેરાત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...