તપાસ:વનતંત્ર લેબર, ટ્રેકરોનું શોષણ કરતું હોવાના પૂરાવા મળ્યા

વિસાવદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરટીઆઈ હેઠળ મળેલા હાજરી પત્રનાં કાગળોમાં ચેકચાક નજરે પડી રહી છે - Divya Bhaskar
આરટીઆઈ હેઠળ મળેલા હાજરી પત્રનાં કાગળોમાં ચેકચાક નજરે પડી રહી છે
  • આરટીઆઈ હેઠળ મંગાયેલા કાગળમાં ચેકચાક જોવા મળી, તટસ્થ તપાસ જરૂરી

ગીર જંગલ અને વન્ય પ્રાણીઓના સાચા રક્ષકો વન વિભાગના લેબર અને ટ્રેકરો છે જેમનું શોષણ થઈ રહ્યું છે જેમના પુરાવા પણ મળ્યા છે.વન વિભાગના લેબરો અને ટ્રેકરો ગીર જંગલના સાચા રક્ષકો છે પરંતુ તેમનું વન વિભાગ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ જલંધર ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ લલિતભાઈ ભરાડે આ અંગેના પુરાવાઓ આપ્યા હતા

જે પુરાવાઓ તેમણે આરટીઆઇ હેઠળ વન વિભાગ પાસે માહિતી માંગીને ઓન રેકોર્ડ મેળવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે મેં આ માહિતી મજૂરોના હિત માટે માંગી હતી કારણ કે તે જે મહેનતથી અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે તે હું વર્ષોથી જોઈ રહ્યો છું આ માહિતી મને વન વિભાગે 4200/ભર્યા બાદ મને આપી હતી મારી પાસે આ માહિતી આવ્યા બાદ મેં અનેક મજૂરોને કહ્યું કે તમારી કામગીરીની અને હાજરીની માહિતી મારી પાસે ઓન રેકોર્ડ છે તમારા માટે તે જરૂરી હોય તો લઈ જાવ પરંતુ એક પણ મજૂર મારી પાસે વન વિભાગના અધિકારીઓના ડરથી લેવા આવ્યા નહીં થોડા સમય પહેલા એક મજૂર મારી પાસેથી આ માહિતી લઈ ગયેલ જેમણે પોતાને થયેલ અન્યાય સામે કોર્ટ મેટર કરેલ હોય જે માહિતી તે લઈ ગયા બાદ તેમના વકીલને બતાવતા તેમણે કહેલ કે આ માહિતી થી અનેક મજૂરોને ન્યાય મળશે કારણ કે વર્ષોથી આ લેબરોના કેસ હું લડું છું પણ પૂરતા પુરાવાને હિસાબે તેમને ન્યાય ન મળતો હોવાનું તે વકીલે જણાવ્યું હતું.

કેમકે આ માહિતીની અંદર અનેક પુરાવાઓ સ્પષ્ટપણે નજરે આવ્યા છે જેમાં મજૂરોની હાજરી પત્રકમાં મહિનામાં 26 દિવસથી વધુ હાજરી મોટાભાગે પુરવામાં આવી નથી તેમ જ તે હાજરી પત્રકમાં ઘણી જગ્યાઓએ ચેકચાક નજરે જોવા મળે છે તેમજ અમુક મજૂરોમાં 30 દિવસની હાજરી પુરી છે જ્યારે ટોટલ હાજરીમાં 26 દિવસ જ હાજરી બતાવેલ છે જેથી તે સાબિત થઈ છે કે મોટાભાગના મજૂરો વર્ષોથી પૂરી હાજરીથી કામગીરી કરવા છતાં અધિકારીઓ સળંગ 240 દિવસની હાજરી થવા દેતા નથી જ્યારે અમુક મજૂરોને બાર માસ કામગીરી કરાવે છે પરંતુ 10 માસની હાજરી તે મજૂર ના નામે પૂરે છે જ્યારે બે માસમાં તેમની ગેરહાજરી પૂરી તેમના સગા સંબંધીના નામે હાજરી પૂરી પગાર જે તે મજૂરને જ આપવામાં આવ્યો છે તેમ અનેક મજૂરોએ પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...