તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચાર:રતાંગ-બરડિયા વચ્ચે નવો પુલ બનાવવા ધૂળવાળી રેતી આવી

રતાંગ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરપંચે સારી ક્વોલિટીની રેતી વાપરવા તાકીદ કરી છત્તાં નબળીનો ઉપયોગ

વિસાવદર તાલુકાના રતાંગ અને બરડિયા વચ્ચેના કાચા રસ્તાને નવો ડામર રોડ બનાવવાની કામગિરી ચાલુ છે. જેમાં પુલ બનાવવા માટે આવેલી રેતી ધૂળવાળી હોવાની બૂમ ઉઠી છે. રતાંગ-બરડિયા વચ્ચે દેવથાનિયા નામના વોંકળા પર નાના પુલની કામગિરી પણ ચાલુ છે. જેના પાયાના 4 પીલર બનાવાયા છે.

આ પીલરમાં કોન્ટ્રાક્ટર દ્વારા ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંથી પસાર થતા ગ્રામજનોએ સરપંચના ધ્યાને આ વાત મૂકતાં સરપંચ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ રેતી ન વાપરવી. બીજી સારી રેતી વાપરવા કોન્ટ્રાક્ટર અને સરકારી કર્મચારીને ભલામણ કરી. પણ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા બાદ ધૂળવાળીજ રેતીનો ઉપયોગ કરીને પીલર બનાવી દેવાયા છે. આ મામલે ભ્રષ્ટાચાર થયાની બૂમ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો