તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતી જજો:વનસ્પતિઓનાં પાન અને કેમિકલથી બનતી ડુપ્લીકેટ બીડી-તમાકુ

વિસાવદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસાવદર પંથકમાં ટોબેકોની વસ્તુનાં થતાં કાળા બજાર, આરોગ્ય સાથે ચેડા

કોરોના વાયરસને લઇ લોકડાઉન અમલી હોય આ સ્થિતિમાં પાન-બીડીની દુકાનો ખોલવાની મંજુરી અપાઇ ન હોય જેથી તમાકું, બીડીનાં કાળા બજાર થઇ રહ્યાં છે. જોકે આ જ સ્થિતિમાં  વિસાવદર પંથકમાં ડુપ્લીકેટ વસ્તુઓનાં વેંચાણમાં પણ વધારો થયો છે. લોકડાઉનમાં પાનનાં ગલ્લા બંધ હોવાથી  વ્યસનીઓને બીડી, તમાકું સહિતની વસ્તુઓ મળતી નથી. તેમજ જે મળે છે. તેમનાં પંદર ગણાં ભાવો ચુકવવા પડે છે. એક બીડીની જુડીની કિંમત 18 રૂપિયા છે. તે હાલમાં 150 થી 200 રૂપિયામાં વેંચાઇ રહી છે. આ ભાવ વધારાનાં લીધે અમુક તત્વોએ તકનો લાભ લેવા ઝેરી ધતુરાનાં પાન, બીજી અનેક વનસ્પતિઓનાં પાનનો ભુકકો કરી તેમાં ઝેરી કેમીકલ ભેળવી તેની બીડી અને તમાકું બનાવી વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાં સેવનથી લોકો બિમારીઓનો ભોગ બની શકે છે.

એજન્ટો  મારફત થઈ રહ્યું છે વેંચાણ
વિસાવદરમાં ટોબેકો હોલસેલનાં અમુક વેપારી એજન્ટો ઉભા કરી 10 થી 15 ગણો ભાવ લઇ રહ્યાં છે. જયારે દુકાનદારો તથા વ્યશનીઓને ના પાડી દેવાઇ છે. જેથી એવાત ચોકકસ છે કે , જેમની પાસે રૂપિયા અને સત્તા છે. તેમને મુળ કિંમતે આ ટોબેકોની વસ્તુ મળી જાય છે. જયારે સામાન્ય માણસ પાસેથી 10 થી 15 ગણો ભાવ લેવામાં આવી રહ્યો છે. અને આ લોકોને લુંટવામાં  આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો