તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિસાવદર તાલુકામાં ગૌચરની પેશકદમી ખુલ્લી કરાવવા માંગ

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ચોપડે જમીન ખુલ્લી થાય છે, વાસ્તવિક રીતે પેશકદમી ચાલુજ

વિસાવદર તાલુકામાં 84 ગામડાં અને 18 થી 20 જેટલા જંગલમાં નેસડા આવેલા છે. આ તાલુકો અતિ પછાત છે. તાલુકામાં એકપણ ઉદ્યોગ નથી. માત્ર ખેતી પર આધારિત છે. ત્યારે આ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જે સરકારી ચોપડે ગૌચરની જમીનો બોલે છે તેની ત્રીજા ભાગની જમીનો પણ ખુલ્લી નથી. પરિણામે માલઢોરને નિભાવવાનો પ્રશ્ન પણ વિકટ છે. આથી તાલુકાના મોટા પાયે ભૂમાફિયાઓએ કરેલી પેશકદમી ખુલ્લી કરાવવા માંગ ઉઠી છે.

વિસાવદર તાલુકામાં સરકારી ગૌચર પર પેશકદમી કરનારા લુખ્ખા તત્વો એ હકીકત પણ સારી રીતે જાણે છે કે, આ તાલુકામાં પેશકદમી ખુલ્લી કરાવે એવા અધિકારી આવવાનાજ નથી. જો આવશે તો તેને કોઈપણ રીતે ફોડી નાંખીશું. અથવા રાજકારણીઓને વચ્ચે નાખી તેઓની બદલી કરાવી નાખીશું. આ તાલુકામાં સરકારી ચોપડે જેટલી પેશકદમી બોલે છે એ ગમે ત્યારે સરકારી ચોપડે ખુલ્લી પણ થઈ જાય છે. પણ વાસ્તવિક રીતે પેશકદમી ચાલુજ હોય છે. આથી વિસાવદર તાલુકાનું ગૌચર ખુલ્લું કરાવવા જરૂરી આદેશો થાય તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...