તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ચોમાસું ખેંચાતા સૌની યોજનાના નર્મદા નીરથી જળાશયો ભરવા ખેડૂતોની માંગ

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર,ભેંસાણ, જૂનાગઢના ખેડૂતોનો પાક બચાવવા ધારાસભ્યએ સીએમને કરી રજુઆત
  • વીજ થાંભલા પડી જવાથી કુવામાં પાણી હોવા છતાં પાણી વાળવા ખેડૂતો લાચાર

સોરઠ પથંકમાં જગતના તાતે શરૂઆતમાં પડેલા વરસાદમાં જ ખેતરોમાં વાવેતર કરી નાખ્યા છે. દરમ્યાન વરસાદ પાછો ખેંચાતા ખેતરમાં પાણી વારવા મજબુર બન્યા છે. જેથી મરતી મોલાતને જીવનદાન આપવા સરકાર વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ પંથકમાં સૌની યોજના મારફતે ગામોના જળાશયો, ચેકડેમ અને તળાવ ભરવામાં આવે અને હંગામી ધોરણે 16 કલાક વિજળી આપવામાં આવે તેવી ધારાસભ્યએ સીએમને રજુઆત કરી છે.

સરકાર સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે તમામ નાના-મોટાં જળાસયો, ચેકડેમો તળાવો નદી કે વોકળાઓ ભરવામાં આવે. જેથી ખેડુતોના કૂવા કે બોરના તળમાં પાણી લાગવાથી ખેડુતો સિંચાઈ દ્વારા પોતાની કુમળી મોલાત બચાવી શકે. સરકારની સૌની યોજના આવાં સમયે કામ ન આવે તો ક્યારે આવે તેવા અનેક સવાલો ઉઠ્યા છે. જેથી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા સીએમ રૂપાણીને લેખીત રજુઆત કરી સુુવિધા પુરી પાડવા માંગ કરી છે.

ખેડૂત ફિડરમાં 16 કલાક વિજળી આપવા માંગ
હાલ ખેડૂતોને ખેતીવાડી ફિડરોમાં 8 કલાક જ વીજળી આપવામા આવે છે. તેના બદલે હંગામી ધોરણે 16 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી કોઇ ખેડૂતને બિન પિયત જમીન હોઈ તો આજુબાજુના ખેડુતોના બોર કે કૂવાની મદદથી મોલાત બચાવી શકે.

અન્ય સમાચારો પણ છે...