તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:3 જિલ્લાને લાગુ પડતી જૂનાગઢ-દેલવાડા ટ્રેન ફરી શરૂ કરવા માંગ

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને લીધે ટ્રેનો બંધ કરાઇ 'તી
  • પીએમ, રેલવે પ્રધાન સહિતને રજુઆત કરાઇ

છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને લીધે જૂનાગઢથી દેલવાડા અને વેરાવળથી દેલવાડા વચ્ચે દોડતી મીટર ગેજ ટ્રેન બંધ કરાઈ હતી. સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જીલ્લાને લાગુ પડતી આ ટ્રેન બંધ હોવાથી 3 જિલ્લાની પ્રજા છેલ્લા દોઢ વર્ષથી હેરાન છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતા ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

સરકારે તમામ ટ્રેનો ચાલુ કરી છે. જેમાં જંગલમાંથી પસાર થતી ટ્રેનો પણ સામેલ છે. ત્યારે ઊના, ગીર ગઢડા, તાલાળા તાલુકાની જીવાદોરી સમાન જૂનાગઢ-દેલવાડા અને વેરાવળ-દેલવાડા વચ્ચે ચાલતી મીટરગેજ ટ્રેન પણ શરૂ કરવા ટિમ ગબ્બરે માંગણી કરી છે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલવે પ્રધાન, રેલવેના ડીઆરએમ ભાવનગર સહિતનાને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...