તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જૂનાગઢ-અમરેલી-ગિરસોમનાથ જિલ્લાને જોડતી મીટરગેજ ટ્રેન બ્રોડગેજમાં રૂપાતંર કરવા માંગ ઉઠી

વિસાવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બ્રોડગેજમાં ફેરવવા જાહેરાત કરી હોવા છતાં કામગીરી સરૂ ન થતા રજૂઆત
  • સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે

વિસાવદર તાલુકાને જોડતી ખીજડિયા-અમરેલી, અમરેલી-વિસાવદર, વિસાવદર-જૂનાગઢ તથા વિસાવદર-વેરાવળની મીટર ગેજ ટ્રેન ચાલુ છે. ત્યારે આ રૂટ પર વર્તમાન સરકારે તથા રેલવે તંત્રએ બોર્ડગેજ મંજુર કર્યો છે. પરંતુ આજદીન સુધી તમામ ટ્રેનો મીટર ગેજમાં ચાલે છે જેને બોર્ડગેજમાં રૂપાતર કરવા રજૂઆત કરાઈ છે. આ રૂટ જો મીટર ગેજને બદલે બોર્ડગેજમાં રૂપાતંરીત કરવામાં આવે તો ત્રણ થી ચાર જિલ્લાના લોકોને ઉપયોગી થાય તેમ છે.

ઉપરાંત સુપ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિલિગ સોમનાથદાદાના દર્શનનો લાભ પ્રજાને વધુમાં વધુ મળે તેમ છે. અને લાંબા અંતરની ટ્રેનોનો લાભ અને સાસણ તથા દિવ આવતા પર્યટકોને તથા દેશ વિદેશથી આવતા લોકોને પણ તેનો લાભ મળે તેમ છે. પરંતુ કમનસીબે જાહેરાત થયાને ઘણો સમય વિતી જવા છતાં કામગીરી શરૂ ન કરાતા લોક માંગ ઉઠી છે. જેથી રેલવે તંત્ર તાત્કાલિક આગળની કાર્યવાહી કરી કામ શરૂ કરવા કે.એચ. ગજેરા તથા નયનભાઈજોશી દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરાઈ છે.

જૂનાગઢ : સવા વર્ષના સમય બાદ 21 જૂલાઇથી સોમનાથ અમદાવાદ ડેઇલી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવા જઇ રહી છે. સાથે વેરાવળ-ઇન્દોર મહામાના ટ્રેન પણ શરૂ થશે. જેનો સમય રાત્રીના કરાયો છે જેથી ઉજૈનમાં થતી મહાકાલની ભસ્મ આરતીનો પણ ભાવિકો લાભ લઇ શકશે. આ અંગે અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી સોમનાથ અમદાવાદ ડેઇલી ઇન્ટરસિટી ટ્રેન બંધ કરાઇ હતી. ત્યાર બાદ છેક સવા વર્ષે 21 જૂલાઇથી આ ટ્રેન ફરી શરૂ થવાની છે. આ ટ્રેન ખાસ કરીને નોકરીયાતો, વેપારીઓ વગેરે અપડાઉન કરતા લોકોને ખાસ ઉપયોગી થશે. આ સાથે 21 જૂલાઇથી મહામાના વિકલી ટ્રેન પણ શરૂ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...