વિવાદ:વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામમાં નવા પુલના કામમાં ભ્રષ્ટાચાર

વિસાવદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતની એજન્સીએ કામ શરૂ ન કરતાં પેટા કોન્ટ્રાક્ટરને કામ અપાયું

વિસાવદરની નાની મોણપરી ગામે નદી પર બની રહેલા પુલની કામગિરીમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. પ્લાન એસ્ટીમેટ મુજબ કામ ન થતું હોવા અંગે વિરોધ છત્તાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલી રહ્યું છે. વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના પાદરમાં માઘિયો નદી પર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દોઢ વર્ષ પહેલાં પુલનું કામ મંજૂર થયું હતું. પણ એ કામ સુરતની એજન્સીએ શરૂ ન કરતાં આખરે એક પેટા કોન્ટ્રાક્ટરને આપી દેવાયું.

તેણે કામ શરૂ કર્યું. પણ નવા કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણી ને લાકડાં જેવું કામ થાય છે. ગામલોકોના વિરોધ છત્તાં કામ ચાલુ રખાયું છે. અહીં કોઇ સરકારી કર્મચારી પણ હાજર નથી હોતા. આ કામગિરીમાં 3 ભૂંગળાની લાઇનો નીચે સિમેન્ટ કોંક્રીટ કે લેવલીંગ કર્યા વિનાજ પાથરી દીધી છે. આ રીતે 21 ભૂંગળા ગોઠવી દેવાયા છે. આથી ગામલોકોમાંથી એવો રોષ ઉઠ્યો છે કે, આ નદીમાં એકજ પુર આવશે એટલે પુલ નહીં રહે.

શું કહે છે સરકારી કર્મચારી ?
આ બાબતે સરકારી કર્મચારી ભાટિયાએ જણાવ્યું કે, તાલુકામાં બીજી બેત્રણ જગ્યાએ કામ ચાલુ છે. આથી મારે ત્યાં હાજર રહેવું પડે છે. આ કામ 26.60 લાખનું છે. અને 20 થી 25 ટકા ડાઉનમાં કામ છે. સુરતની એજન્સી દોઢ વર્ષથી નોટીસો આપવા છત્તાં કામ ચાલુ નહોતી કરતી. આથી પેટામાં કામ આપી શરૂ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...