તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મવિલોપન:વિસાવદર-બિલખા રસ્તાનું કામ પૂર્ણ કરો, આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારાઇ

વિસાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 31મી ઓગસ્ટના રોજ પવડી કચેરી સામે આત્મવિલોપન કરવામાં આવશે

વિસાવદર તાલુકાના જેતલવડ ગામના ભાજપના કાર્યકરે વિસાવદર-બિલખા બની રહેલા અધુરા રોડનું કામ નહિં પુરૂ થાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. અા અંગે જીતેન્દ્ર મહેતાએ જૂનાગઢ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કલેક્ટર તથા નાયબ કાર્યપાલક ઇજનેર, એસ.પી. જૂનાગઢ સહિતનાને લેખિત અરજી કરી જણાવ્યું છે કે, વિસાવદર-બિલખા રોડના કામમાં સાઈડમાં માટી નાખવાની કામગીરી કરાઈ નથી. તેમજ 1 મીટર બનાવવાની સાઈડ પટીનું કામ હજી બાકી છે.

ઉપરાંત ખભાળિયા પુલના કામમાં બાંધકામનું લેવલીગ, સાઈડપટી તેમજ માડાવડ ગામે આવેલ સી.સી.રોડમાં પણ મોટા ખાડા પડેલા છે. તેમજ વિસાવદરમાં જુના જકાતનાકા પાસે પણ રોડમાં ખૂબ જ મોટા ખાડા હોય તે તાત્કાલિક બુરવા માંગણી કરી છે. અને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં નહિ આવે તો આગામી તા.31/08/2021ના રોજ કાર્યપાલક ઇજનેરની કચેરી સમક્ષ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...