તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વેકરિયા ગામના લૂંટેરી દુલ્હન પ્રકરણમાં બીજો આરોપી ઝબ્બે

વિસાવદર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પોલીસે આરોપીને ઘેર વારંવાર કોમ્બીંગ કરતાંજ સામેથી હાજર થઇ ગયો

વિસાવદરના વેકરિયાના યુવાન સાથે 75 હજારમાં લગ્ન કર્યા બાદ યુવતી નાસી જતાં તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બીજા આરોપી પર ભીંસ વધારતાં આરોપી સામેથી હાજર થયો હતો.વિસાવદરમાં ગત તા. 20 માર્ચે 2021ના રોજ વિસાવદર તાલુકાના વેકરિયા ગામના અશોક રવિશંકર તેરૈયાએ પોતે લૂંટેરી દુલ્હનની ગેંગનો ભોગ બન્યાની અને પોતાની સાથે 75 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ 3 શખ્સો સામે નોંધાવી હતી. અગાઉ પોલીસે ભરત મહેતાની ધરપકડ કરી હતી. તેની એક દિવસના રિમાન્ડ વખતની પુછપરછમાં પતાની સાથે ગુણવંત જોષી નામનો શખ્સ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું.

આથી વિસાવદર પીઆઈ એન. આર. પટેલના માર્ગદર્શન નીચે વિસાવદર પોલીસે પાલીતાણા પોલીસ સાથે સંકલન રાખી પાલીતાણા તાલુકાના સોનપરી ગામે ગુણવંતને ઘેર અવારનવાર કોમ્બિંગ કર્યું હતું. જેને પગલે તેના પર ભીંસ વધતાં તે વિસાવદર પોલીસ મથકમાં હાજર થયો હતો. પોલીસે તેને પકડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને પણ 1 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. જ્યારે લૂંટેરી દુલ્હન વૈશાલીના મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો