ફરિયાદ:કાલાવડ પાસે થયેલા બાઈક અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજ્યું

વિસાવદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ખસેડાયા હતા,સારવાર દરમિયાન દમ તોડ્યો,ચાલક વિરૂદ્ધ ફરિયાદ

વિસાવદર તાલુકાના કાલાવડ ગામ નજીક ગત 28 જુલાઈના બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું વિસાવદર તાલુકાના કાલાવડ ગામ પાસે રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર પાસે ગત તારીખ 28 જુલાઈના રોજ બે બાઈક સામ સામે અથડાતા અકસ્માત થયો હતો.જેમાં તાલુકાના અંબાળા ગામના 70 વર્ષના વૃદ્ધ હરિભાઈ રણછોડભાઈ આસોદરીયા ને માથાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી.

જેથી તેમને પ્રથમ 108 મારફત વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતા. જુનાગઢ ખાતેથી પરિવારજનો વધુ સારવાર માટે રાજકોટ ખાતે સારવારમાં લઈ ગયેલ હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમની ફરિયાદ મૃત્યુ પામનાર હરિભાઈ ના પૌત્ર જેનીલ મુકેશભાઈ આસોદરીયા એ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે જેમાં જીજે 14 એલ 8098 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમની તપાસ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...