એજ્યુકેશન:વિસાવદરનાં જાવલડી શાળામાં શિક્ષણકાર્યને લઈ તપાસ શરૂ

વિસાવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારી-ટીમ સ્થળ પર પહોંચી,ચેકચાક વાળું સાહિત્ય કબ્જે

વિસાવદર તાલુકાનાં જાવલડી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને યોગ્યશિક્ષણ મળતું ન હોય તેમજ સવલતોનો પણ અભાવ જોવા મળતો હોય અને રજૂઆત બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને 2 દિવસ પહેલાં તાળાબંધી કરાઈ હતી.જેથી જુનાગઢ જિલ્લા પ્રાથમિક અધિકારી તેમજ ટીપીઓ શાળાની મુલાકાતે આવ્યા હતા.

તેમણે તપાસ કરતા ગ્રામજનોની ફરિયાદ મુજબનું જ કાર્ય જોવા મળ્યું હતું તેમજ શાળાના શિક્ષકોના નિવેદનો લેતા શાળાના આચાર્ય સોલંકી ઇશ્વરભાઇ જે ખુદ શાળામાં નિયમિત નથી શાળામાં બરાબર કામકાજ થતું નથી બાળકોને વય કક્ષા અનુસાર કોઈ પણ જાતનો અભ્યાસ જોવા મળતો નથી તેમ સ્વીકાર્યું હતું જ્યારે અન્ય શિક્ષક સોલંકી પ્રવીણ કુંવરબા જે આચાર્યના પત્ની છે અને આચાર્ય બીમાર રહેતા હોય કોઈપણ કાર્યવાહી કામગીરી આ બહેન જ સંભાળે છે પરંતુ તેઓની કામગીરી ખૂબ જ નબળી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...