તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊનાના રામનગર ખારા રેલ્વે ફાટક પાસે આવેલ અવાવરૂ જગ્યામાં મોટાપાયે એલોપેથી દવાનો જથ્થો હોવાની વાત વહેતી થતાં લોકો અને મીડીયા કર્મી દોડી ગયા હતા. મોટા પ્રમાણમાં દવા મળી આવતા સરકારી હોસ્પીટલના તબીબ જાદવ અને બ્લોક ઓફીસર પઢીયાર અને તેના સ્ટાફને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે આ દવા એક્સપાઇરી ડેટ હોવાનું અને તે સરકારી દવાનો જથ્થો ન હોવાનું જણાવ્યું હતું.
આ જથ્થો કોઇ મોટી એલોપેથીક એજન્સી અથવા ખાનગી દુકાન માલીકનો હોય અને તેણે નાશ કરવાના બદલે અવાવરૂ જગ્યામાં નાખી ગયા હોવાનું મેડીકલ અધિકારીએ શૂર વ્યક્ત કર્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો રહેતા હોય આ દવાનો જથ્થો કોઇના હાથમાં આવ્યો છે કે કેમ તે તપાસની બાબત બની છે.આવી બેદરકારી પૂર્વક દવાનો જથ્થો કોણે જાહેરમાં નાખ્યો છે તે અંગે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
દવાનાં જથ્થાનું પંચ રોજકામ કરી નિકાલ કરાશે : પઢીયાર
ઊના બ્લોક હેલ્થ ઓફીસર પઢીયારનો સંપર્ક કરતા તેણે આ દવાનો મોટો જથ્થો એક બ્રેજ નંબરનો હોય કોનો છે તે પકડવું મુશ્કેલ છે. પરંતુ આ વિષય ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો છે તેમ છતાં આ બાબતને ગંભીરતા દાખવી તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
2015ની એક્સપાઇરી દવા 2021માં ફેકાઇ
2015માં આ દવાના જથ્થાની એક્ષપાઇરી ડેટ પૂર્ણ થયેલ અને 2021માં સ્લમ વિસ્તારમાં આ જથ્થો કોઈ ફેકી ગયું છે. આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇ અને દવા નાખનારા એજન્સી અથવા મેડીકલને દવાના બેજ નંબર આધારે તપાસ કરવાના બદલે છાંવરતા હોય તેમ આ મુદ્દાને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો મુદ્દો ગણાવી માનવ જીંદગી જોખમમાં મુકનારા લોકોને માત્ર પંચ રોજકામ કરી છુટોદોર આપતા હોય તેવો તાલ સર્જાયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.