વિસાવદર પંથકનાં વેકરીયા ગામે આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની ભરતી કરાઈ હતી. જેમાં ગેરરિતી થઈ હોવાનો આક્ષેપ જયશ્રીબેન પરમાર દ્વારા કરાયો છે. જેમા જણાવ્યા અનુસાર જે વ્યકિતની ભરતી થઈ છે. તેના સાસુ આંગણવાડીમાં ફરજ બજાવી રહ્યા છે. નિયમ મુજબ એક ઘરમાથી એક જ વ્યક્તિ આંગણવાડીમાં ફરજ બજાવી શકે.
જયશ્રીબેને ઉચ્ચકક્ષાએ લખેલા પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિની ભરતી થઈ છે. તેણે પોતાના પતિ સાથે માત્ર કાગળ પર જ છૂટાછેડા લઈ ખોટા પુરાવા રજૂ કર્યા છે. હકિકતમાં બંને પતિ-પત્તિ સાથે જ રહે છે. તેમજ હકિકતે આ કેન્દ્રમાં હકદાર છે તેમને પસંદ કરાયા નથી. જો કે, હાલ તો આઈસીડીએસના પોગ્રામ ઓફિસર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં ફોજદારી કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું અરજદારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.