તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કાલસારીમાં કુવામાં કામ કરતા મજુર પર માટી પડતા મોત થયું

વિસાવદર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુવો બુરવાની કામગીરીમાં ઘટના સર્જાઈ, બે મજુરો બચી ગયા

વિસાવાદરના કાલસારી ગામે ગત શનિવારના રોજ ખેતરમાં બિનજરૂરી કુવાને બુરવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા એક મજુરનું માટીમાં દટાઈ જતાં કમનસીબે મોત થયું હતું. કાલસારી ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેલા બિનઉપયોગી કુવાને બુરવ માટેની કામગીરી હાથ ધરાઈ હતી.

કાલસારીના રધુભાઈ સરધારાના ખેતરમાં રહેલા કુવામાં 3 મજુરો કામ કરતા હતા. ત્યારે અચાનક માંટી ધસી પડતા અંદર કામ કરી રહેલા મજુર ડાયાભાઈ નારણભાઈ ભાયાણી ઉ.વ. 65નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મજુરો સાઈમાં હોવાથી સલામત રહ્યા હતા. ડાયાભાઈના આકસ્મીક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. જેમના બે પુત્રોમાં એક પુત્ર મજુરૂ કામ કરે છે અન્ય હિરા ઘસવાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો