વિસાવદરની એન. સી. પરમાર ગર્લ્સસ્કૂલની વિદ્યાર્થીનીઓને અભ્યાસ સંબંધિત સુચના આપવા માટે એક સોશ્યલ મીડિયા ગ્રુપ બનાવાયું છે. એક વાલીએ અશ્લિલ ફોટો મૂકતાં હોબાળો મચી ગયો હતો. બીજા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. એ વાલી સામે પગલાં લેવા માંગ કરી હતી. એન. સી. પરમાર ગર્લ્સસ્કુલમાં ધો. 9 ની વિદ્યાર્થીનીઓને અભ્યાસ અને જરૂરી સુચનાઓ આપવા માટે એક સોશ્યલ મીડિયા ગ્રુપ બનાવાયું છે. જેમાં અશ્લિલ ફોટો મૂકાતાં વાલીઓમાં હોબાળો મચી ગયો હતો.
આ ગ્રુપમાં 100 થી વધુ છાત્રાઓ છે. અને તેમાંની એક વિદ્યાર્થીનીના વાલી દ્વારા આ પોસ્ટ મૂકાઇ હતી. આથી બીજા વાલીઓ દ્વારા ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપાલને જાણ કરાતાં ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ તરફથી કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. ટ્રસ્ટીઓ એ વાલીને છાવરતા હોવાનું સ્પષ્ટ થયું હતું. વાલીઓ દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલને એવો સવાલ કરાયો હતો કે, ખરાબ પોસ્ટ મૂકનાર વાલી સામે પોલીસ ફરિયાદ કરવામાં શા માટે વિલંબ કરાવે છે.
પ્રિન્સિપાલે સંતોષકારક જવાબ નહોતો આપ્યો. તો શાળાએ પહોંચેલા મીડિયા કર્મીઓને પણ કવરેજ ન કરવા દેવાની પ્રિન્સિપાલ દ્વારા ચેસ્ટા કરવામાં આવી હતી. આ ઘટનામાં અશ્લિલ પોસ્ટ મૂકનાર વાલીને વિસાવદરના એક સતાધારી રાજકારણી દ્વારા બચાવવા માટે ધમપછાડા થઇ રહ્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આજે આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.