તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ત્રાટકી:હાજાણી પીપળીયાની સીમમાંથી 4.27 લાખનો દારૂ પકડાયો

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂનું કટીંગ કરે તે પહેલા વિસાવદર પોલીસ ત્રાટકી

વિસાવદર પોલીસે હાજાણી પીપળીયા ગામની સીમમાં દરોડો પાડી દારૂ, વાહન સહિત 5,77,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે હાજર નહિ મળી આવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદર પીઆઇ એન. આર. પટેલ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

બાતમી મળી કે, રૂપાવટી (ઇશ્વરીયા) ગામના રહેવાસી અનકભાઇ વિકમા હાજાણી પીપળીયા ગામની સિમમાં દારૂનું કટીંગ કરવાની વેતરણમાં છે. બાદમાં વિસાવદર પોલીસે દરોડો પાડી કુલ 4,27,200નો ઇંગ્લીશ દારૂ તેમજ 1,50,000નું જીજે 05 એયુ 9970 નંબરનું વાહન મળી કુલ 5,77,200નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર આરોપી અનકભાઇ સામતભાઇ વિકમા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...