તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નટવરપુરા ગૌશાળામાં 220 ગાયના ટેગ કાઢી નંખાયા

વિસાવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાંત અધિકારીએ જ્યાંથી ગાયો આવી હતી એ અમદાવાદની અસારવા ગૌશાળાના ટ્રસ્ટી-મેનેજરના નિવેદન લીધા

વિસાવદર તાલુકાના સરસઇ ખાતે ગોખરપરામાં નટવરપુરા ગૌશાળામાં જ્યાંથી બધી ગાયોને લાવવામાં આવી હતી. એ અમદાવાદની અસારવા બેઠકની ગૌશાળાના ટ્રસ્ટી, મેનેજર અને ગોવાળનાં નિવેદન વિસાવદર પ્રાંત અધિકારીએ લીધા હતા. અમદાવાદની અસારવા ગૌશાળાના ટ્રસ્ટી જીતુભાઇ મોદી (વિદ્યાર્થી બુક ડિપો), મેનેજર પિયુષભાઇ અને ગોવાળ ભીખાભાઇએ વિસાવદર આવી પ્રાંત અધિકારી કચેરીમાં નિવેદન આપ્યા હતા. જેમાં ત્યાંથી જે 220 ટેગવાળી ગાયો અહીં લાવવામાં આવી હતી તેનું લિસ્ટ પણ આપવામાં આવ્યું હતું. દરમ્યાન નટવરપુરા ગૌશાળા ખાતે આભરણ ગૌસ્વામી ઉર્ફે છોટુબાવા દ્વારા બધી ગાયોના કાનમાંથી ટેગ કઢાવી નાખવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે.

સરસઇ ખાતે ગૌશાળા, હવેલી બનાવવાનાં બ્રોશર પણ છપાવ્યા
આભરણબાવાએ વિસાવદરના સરસઇના ગોખરપરા ખાતે નટવરપુરા ગૌશાળા બનાવવા માટે લેઆઉટ દર્શાવતા બ્રોશર, નાનકડું મોડેલ, વગેરે તૈયાર કરાવી બહુ મોટો પ્રોજેક્ટ હાથ ધરવા જઇ રહ્યાનો દેખાવ ઉભો કર્યો હતો. એ વખતે ગાયો અસારવાથીજ લઇ જવાની મુરાદ તેમણે અને તેમના મળતિયાઓએ બહાર આવવા દીધી નહોતી. પણ બાદમાં નટવરપુરા ગૌશાળા ખાતેની પોલ બહાર આવવા લાગતાં તેના ટ્રસ્ટીઓના નામોમાં બેંકના કરોડોના કૌભાંડીઓ સામેલ હોવાનું જોતાં અસારવા બેઠકના ટ્રસ્ટીઓ ચોંકી ઉઠ્યા હતા.

અસારવાના ટ્રસ્ટી વ્રજ ચોર્યાસીમાં જતાં આભરણ બાવાએ ખેલ પાડ્યો
જાણવા મળ્યા મુજબ, દોઢેક વર્ષ પહેલાં અસારવા ગૌશાળાની ગાયો વિસાવદરના ગોખરપરામાં લાવવાનો કારસો ઘડ્યો એ વખતે તેમના પિતા આચાર્ય મહારાજશ્રી, તેમના મોટાભાઇ તિલકબાવા, અસારવા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને વૈષ્ણવો 40 દિવસની વ્રજ ચોર્યાસી પરિક્રમામાં ગયા ત્યારે પાછળથી ગૌશાળાનું લેટરપેડ મેળવ્યું હતું. જેના થકી તેણે 40-40 ના લોટમાં કુલ 220 ગાયોને અમદાવાદથી વિસાવદરના સરસઇ ખસેડવાનું શરૂ કર્યું હતું. આ વાતની એક ટ્રસ્ટી અને નિવૃત્ત મામલતદાર પિનાકીનભાઇ શાહને જાણ થતાં તેમણે 100 નંબર પર ફોન કરી અસારવાથી ગેરકાયદેસર રીતે ગાયો લઇ જવાતી હોવાની આભરણ બાવા સામે ફરિયાદ કરી હતી. પણ બાદમાં પોલીસે તેમાં ભીનું સંકેલી લીધું હતું.

આખી ટોળકી કૌભાંડી
આભરણ બાવાને નટવરપુરા ગૌશાળામાં ગાયોના મોતના પ્રકરણમાંથી બચાવવા કૌભાંડીયાઓની એક આખી ટોળકી કાર્યરત થઇ ગયાનું પણ જાણવા મળ્યું છે. આ ટોળકીએજ આભરણ બાવાને ખોટા રસ્તે લઇ જવામાં પણ મોટો ભાગ ભજવ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો