તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયના નામે તંત્રની મજાક:નેસ માટે 1200 નું ઘાસ મફત, પણ ભાડું 2 હજાર

વિસાવદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજભા ગઢવી અને સામાજીક સંસ્થાઓના ટેકાથી ગિર અને માલધારીઓ ઉગર્યા : ગિરના માલધારીઓને સહાયના નામે તંત્રની મજાક
  • માલધારીઓની ગણતરી મજૂર કરતાંય નીચા વર્ગમાં થઇ હોય એવો ઘાટ સર્જાયો : 18 વર્ષથી વધુ વયનાને 100 રૂપિયા લેખે સહાય ચૂકવાઇ

તાઉ તે વાવાઝોડાને લીધે ગિર જંગલ અને ગિરના માલધારીઓની થઇ છે. જેમાં તંત્રએ મદદ કરવાને બદલે સહાયના નામે માલધારીઓની મજાક જ ઉડાવી હોય એેવી પ્રતિતી થઇ રહી છે. ગિરના નેસડામાં માલધારીઓના પશુ માટેના ઢાળિયા તો ઠીક એકઠો કરેલો ઘાસચારો અને પશુનો ખોળ પણ પલળીને નાશ પામ્યા છે. એક તરફ તેઓના પશુ ભૂખ્યા તરફડી રહ્યા હતા ત્યારે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પશુઓને બચાવવા અપીલ કરી. ત્યારબાદ રાજકિય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી અને ત્યારબાદ તેઓ માટે મફત ઘાસ વિતરણના હુકમો થયા. તેમાં પણ તંત્રએ મજાક કરી હોવાની પ્રતિતી થઇ રહી છે.

માલધારીઓના કુટુંબ દીઠ એક પશુને એક દિવસના 4 કિલો એમ 15 દિવસનું મફત ઘાસ અપાતું. તેમાં વધુમાં વધુ 5 પશુઓ માટે 300 કિલો ઘાસ મળતું. વાસ્તવિકતા એ છેકે, પ્રત્યેક માલધારી પરિવાર ઓછામાં ઓછા 20 થી 25 પશુ ધરાવે છે. આથી 300 કિલો ઘાસ તો તેઓને એક દિવસ પણ ન ચાલે. એક ભેંસને રોજ ઓછામાં ઓછું 10 કિલો ઘાસ જોઇએ. વળી મફત ઘાસ મેળવવા જવામાં પણ સોના કરતાં ઘડામણ મોંઘી જેવો ઘાટ સર્જાયો છે. ઉદાહરણ તરીકે લીલાપાણી નેસના માલધારીઓને મફત ઘાસ લેવા છેક ધારી જવું પડે. આ રીતે રૂ. 1200 નું 3 પેટી ઘાસ લેવા જવાનું ભાડું થાય રૂ. 2 હજાર. આમ માલધારીઓને ડબલ માર પડે.

ઘાસ પહેલાં ગિરના ઇતિહાસમાં પ્રથમ વખત રોકડ રકમની સહાય ચૂકવાઇ હતી. તેમાં સરકારે માલધારીઓને મજૂર વર્ગથી પણ ઓછી રકમ મળી છે. 18 વર્ષથી વધુ વયના હોય તેને રોજના 100 રૂપિયા લેખે 7 દિવસની સહાય ચૂકવાઇ છે. જ્યારે 18 વર્ષથી ઓછી વયનાને રોજના 60 રૂપિયા લેખે સહાય મળી છે. સરકારી ગાઇડલાઇન મુજબ એક મજૂરને રોજના 250 થી 300 રૂપિયા મળે છે. ત્યારે માલધારીઓની ગણતરી મજૂર કરતાંય નીચા વર્ગમાં થઇ હોય એવો ઘાટ સર્જાયો છે.

વળી અમુક રેન્જમાં કુટુંબના નાના-મોટા તમામને સહાય અપાઇ છે. જ્યારે અમુક રેન્જમાં કુટુંબના અમુકજ સભ્યોને અને તેમાં પણ રૂ. 2100 થી વધુ ન મળવા જોઇએ એમ કર્મચારીઓને કહેવાયું છે. આ વાત ચર્ચાના એરણે ચઢતાં ફરી બીજા દિવસે અમુક રકમ ફરીથી ચૂકવાઇ હતી.

7 માલધારીએ કહ્યું રાજભા ગઢવીને કારણે જ બચ્યા
ગિરના 7 માલધારીઓએ કહ્યું, જો માલધારીઓ અને પશુઓ આજે બચ્યા હોય તો ગિરના વતની અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેના મિત્રો, ગિર પ્રેમીઓ અને સામાજીક સંસ્થાઓને આભારી છે. બાકી અમને મદદ માટે આવતા લોકોને તો વનવિભાગે અમારા સુધી પહોંચવા જ દીધા નથી.

સંસ્થા દ્વારા આવતી ઘાસની
ગાડી પર વનવિભાગની રોક વનવિભાગે ઘાસચારાની સહાયમાં મજાક કરી. બીજી તરફ જે સામાજીક સંસ્થાઓ અને ગિરી પ્રેમીઓ સહાય કરવા માટે ગિરમાં આવ્યા તેઓની સામગ્રીની ગાડીઓ પણ ચેકપોસ્ટ પરથીજ પાછી વાળી દીધી. તેઓને નેસ સુધી જવાની જ મનાઇ ફરમાવી દીધી.

અન્ય સમાચારો પણ છે...