તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:વેરાવળથી વતન આંધ્રપ્રદેશ પહોંચેલો ખલાસી પોઝિટીવ નીકળ્યો

વેરાવળ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અહીં કોને મળ્યો હતો તેની તંત્રએ તપાસ શરૂ કરી
 • બોટ માલિક સહિત 3ને કવોરન્ટાઇન કરાયા

બંદરેથી આંધ્રપ્રદેશ વતનમાં ગયેલા ખલાસીઓ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. લોકડાઉનનાં લીધે વેરાવળ બંદર પર  4 હજારથી વધુ પરપ્રાંતિય ખલાસીઓ ફસાયા હતાં. જોકે આ તમામ ખલાસીઓને બંદરમાં લાંગરેલી બોટમાં જ  કવોરેન્ટાઇન કરાયાં હતાં. બાદમાં વેરાવળથી ગત તા.28 એપ્રિલનાં આંધ્રપ્રદેશનાં 77 ખલાાસીઓ બસ મારફત વતન જવા રવાનાં થયાં હતાં. અને 2 મેના રોજ વતનમાં પહોંચતા ત્યાં મેડિકલ ચેકઅપ કરી કવોરેન્ટાઇન કરાયાં હતાં. જેમાંથી 1 ખલાસીનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી આંધ્રપ્રદેશનાં સરકારે  આ ખલાસી વેરાવળ બંદરમાં કોની બોટમાં કામ કરતો હતો અને કઇ જગ્યાએ રહેતો હતો. તેમની વિગતો ગુજરાત સરકાર પાસે માંગી હતી. અને આ ખલાસીનાં સંપર્કમાં આવેલા સ્થાનિક બોટ માલિક સહિત ત્રણને કવોરેન્ટાઇન કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો