તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન:સિંહની પજવણી કરનાર વેરાવળના બન્નેના જામીન ના મંજૂર કરતી કોર્ટ

વેરાવળ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને જેલ હવાલે કરાયા, વધુ નામ ખુલવાની સંભાવના

સિંહની પજવણી કરનાર વેરાવળ પંથકના બન્ને આરોપીના જામીન કોર્ટે રદ કરતા તેમને જેલ હવાલે કરાયા છે. દરમિયાન એક શખ્સની સામે સિંહની પજવણીના અન્ય ત્રણ ગુન્હા પણ દાખલ થયા છે. આ અંગે મળતી વિગત મુજબ સિંહની પજવણી કરતો વિડીયો ટિકટોકમાં વાઇરલ કરનાર મંડોર ગામના વિશાલ નાથા ચાવડા અને સાવન હમીર પંપાણીયાની વેરાવળ વન વિભાગના આરએફઓ એચ.આર. રતનપરાએ અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વિશાલ નાથા ચાવડાએ સિંહોની પજવણી કરી અન્ય ગુન્હા પણ આચર્યા હોવાનું કબુલ્યું હતું. 
વધુ આરોપીના નામ ખુલવાની પણ સંભાવના વ્યકત થઇ
આથી વિશાલ નાથા ચાવડા અને તેને મદદગારી કરનાર ઇસમો સામે અન્ય ત્રણ ગુન્હા પણ દાખલ કરવામાં આવેલ છે. દરમિયાન બન્ને આરોપીના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા. કોર્ટમાં બન્નેના જામીન માટેની અરજી કરવામાં આવી હતી પરંતુ વન વિભાગના એપીપી નિગમ જેઠવાની દલીલ ધ્યાને લઇ વેરાવળ કોર્ટે આરોપીના જામીન ના મંજુર કરી બન્નેને જેલ હવાલે કરવા હુકમ કરતા બન્નેને જેલ હવાલે કરવામાં આવેલ છે. આ કેસમાં હજુ વધુ આરોપીના નામ ખુલવાની પણ સંભાવના વ્યકત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો