તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કેશોદમાં મોંઘવારી મુદ્દે આપનું ડે. કલેક્ટરને આવેદન અપાયું

વંથલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલી યોજી, રાંધણગેસના ભાવ ઘટાડવા માંગ કરી

કેશોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સાયકલ રેલી યોજી મોંઘવારી મુદ્દે મામલતદારને આવેદન આપી સરકાર દ્વારા જીવન જરૂરી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસના ભાવ ઘટાડવા માંગ કરી હતી. જો આ અંગે સરકાર નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કોરોના મહામારી સમયે આર્થીક સંકળામણ અનુભવતાં લોકોને મોંઘવારી અસહ્ય લાગતી હોય તેમ જણાવી આપ કાર્યાલય નારાયણનગર ખાતેથી બસ સ્ટેશન, ચારચોક થી તાલુકા સેવા સદન 5 કીમી સુધી રેલી યોજી ભાવ વધારાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો. અને આપના શહેર પ્રમુખ કીશોરભાઈ કોટેચા, મહેશભાઇ મકવાણા, પ્રવિણ પટેલ, કેશુભાઈ મુછડીયા, ઈલ્યાસભાઈ, અરજણભાઈ, દીનેશભાઈ, કરશનભાઈ, તેમજ સક્રિય કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી ડે.કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જો ભાવ ઘટાડો નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...