કામગીરી:વંથલી પોલીસે 5 મોબાઇલ શોધી માલિકને પરત કર્યા

વંથલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 71,900ની કિંમતના મોબાઇલ હતા

વંથલી પોલીસે ગૂમ થયેલા 5 મોબાઇલ શોધી તેના મૂળ માલિકોને સુપ્રત કર્યા છે. ગૂમ થયેલા મોબાઇલ શોધી કાઢવાની રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ વંથલી ડીવાયએસપી જે.બી. ગઢવીના માર્ગદર્શનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન વંથલી ઇન્ચાર્જ પીએસઆઇ એસ.એન. ક્ષત્રિય, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. કે. મુછાળ, એસ. ડી. સોંદરવા,પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદીયા, પ્રતાપસિંહ શેખવા વગેરેએ કુલ 5 મોબાઇલ કિંમત રૂપિયા 71,900ના શોધી કાઢી તેમના મૂળ માલિકને પરત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...