કાર્યવાહી:વંથલીના રેશનીંગના વેપારીઓને ઈ શ્રમ કાર્ડની કામગીરી સોંપાઇ

શાપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો અને દુકાનદારો વર્ષે થઈ રહ્યું છે ઘર્ષણ, યોગ્ય કરવાની કરાઈ માંગ

વંથલી તાલુકામાં રેશનિગના દુકાનદારોને ફરજીયાત ઈ શ્રમ કાર્ડની કામગીરી સોંપવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે વંથલી તાલુકામાં 40થી42 જેટલી રેશનિંગની દુકાનો આવેલ છે હાલ 19 તારીખ થઈ છતાં ગ્રાહકોને માલનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું નથી અને સરકારી તંત્ર દ્વારા મનઘડિત નિર્ણય લઈ રેશનિગના દુકાનદારોને ઈ શ્રમ કાર્ડ કઢાવવાનો આદેશ કરવામાં આવ્યો છે અને ફરજીયાત પણે રોજના 30 ઈ શ્રમ કાર્ડની કાઢવાની કામગીરી કરવા તંત્રની મનમાની સામે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે ગયા મહિને પણ 23 તારીખથી માલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની સામે ગ્રાહકો સાથે રકઝક થઈ હતી

આ મહિને પણ હજી માલનું વિતરણ શરૂ ન કરાતાં વેપારીઓને ગ્રાહક સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે તેમાં ઈશ્રમ ની કામગીરી સોંપવામાં આવતા માલનું વિતરણ ક્યારે થશે તે નક્કી નથી તેમાં પણ મહિનાની આખર સુધીમાં માલનું વિતરણ કરી દેવાનું હોય છે કોરોના વખતે પણ પોતાની જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી હતી ત્યારે તાત્કાલીક તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ ઈ શ્રમની કામગીરી સોંપવાનું રદ કરવામાં આવે જેથી ગ્રાહકોને માલ વિતરણ તાત્કાલીક કરી શકીએ તેમ જણાવી યોગ્ય કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...