તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધણફુલિયા-ગાંઠિલા વચ્ચેનો બેઠો પુલ ત્યાં જ બેસી ગયો

વંથલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધણફુલીયા - ગાંઠીલા વચ્ચે આવેલ ઓઝત નદી પર આવેલ પુલ ભારે વરસાદને કારણે બેસી જતા ધણફુલીયા ગાંઠીલા વચ્ચે નો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. પુલ બેસી જવાને કારણે સામા કાંઠે આવેલ ખેતરમાં જવા માટે ખેડૂતો માટે ખેતરના કામ માટે જાવું મુશ્કેલ બન્યું છે. ગાંઠીલા ખાતે માં ઉમિયાનું મંદિર દર્શનાર્થે આવતા ભાવિકોને જૂનાગઢ મેંદરડા બાયપાસ પરથી આવવાની ફરજ પડશે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પુલ નીચો હોવાને કારણે ઓઝત નદીમાં આવતા પુરને કારણે વારંવાર ધોવાઈ જાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો આ પુલને તાત્કાલિક નવો બનાવવવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...