વિવાદ:બરવાળાના ખેડૂતે 1 લાખ સામે 2.55 લાખ ચૂકવ્યા છત્તાં ઉઘરાણી

શાપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આગવી રીતે સમજાવતાંજ વ્યાજખોર ઢીલો પડી ગયો

વંથલી તાલુકાના બરવાળા ગામમાં રહેતા હીરાભાઈ દેવાયતભાઈ સોલંકીને લોકડાઉનમાં પૈસાની જરૂરિયાત હતી. આથી તેમણે એક વ્યાજખોર પાસેથી 15 ટકાના વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજખોરે પ્રથમ હપ્તા પેટે રૂ. 15 હજાર કાપી લઇ 85 હજાર જ આપ્યા હતા. બાદમાં હીરાભાઈએ 17 માસ સુધી મહિનાના રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 2.55 લાખ ચૂકવી દીધા. આમ છતાં વ્યાજખોરે તેને દર મહિને 30 હજાર આપવા અથવા 2 લાખ આપવાની ધમકી આપી હતી. આથી વ્યાજના ચૂંગાલમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો.

પણ તેમના પત્નીએ હિંમત આપી વંથલી પોલીસને અરજી કરતાં વંથલીના મહિલા પીએસઆઈ એ. પી. ડોડિયાએ વ્યાજખોરને પોતાની આગવી ભાષામાં સમજાવ્યો હતો. આથી તેણે હવે મારે હીરાભાઈ પાસેથી એક પણ પૈસો લેવાનો નથી એવું નોટરી સમક્ષ લખી આપ્યું હતું. અને ખેડૂતનો વ્યાજખોરની ચૂંગાલમાંથી છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...